વજનમાં વધારો કરવા પાછળ અવ્યવસ્થિત જીવનશૈલી ઉપરાંત પેકેડ ફૂડનો વધુ ઉપયોગ કરવાથી થાય છે. કેટલીક વાર બ્રાન્ડેડ ઉત્પાદનોમાં રહેલા બિનઆરોગ્ય પ્રદ કાર્બોહાઇડ્રેટ અને મહત્વપૂર્ણ મેક્રોન્યુટ્રિઅન્ટ્સ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનું કારણ બની જાય છે. જેમ કે પૂરતા પોષણનો અભાવ, શ્વાસની સમસ્યા અને થાક લાગવો વગેરે.
જુવારનો લોટ સ્વાદમાં થોડો કડવો હોય છે, પરંતુ ફાઇબરથી ભરપૂર હોય છે અને સામાન્ય રીતે દરેક જગ્યાએ જોવા મળતો હોય છે. જુવારના લોટમાં પ્રોટીન, મિનરલ્સ અને વિટામિન્સ હોય છે. તે ગ્લુટેન મુક્ત છે, જે ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં ખૂબ ફાયદાકારક હોય છે.
એક કપ જુવારમાં લગભગ 22 ગ્રામ પ્રોટીન મળે છે. તે ભૂખને નિયંત્રિત કરે છે અને બિનઆરોગ્યપ્રદ અથવા જંક ફૂડ ખાવાથી બચાવે છે. જુવારના લોટમાંથી રચાયેલી કેટલીક લોકપ્રિય જેવી કે જુવારની રોટલી, જુવાર-ડુંગળીની પૂરી અને જુવારના થેપલા છે. આ બધી વાનગીઓ સ્વાદ અને આરોગ્ય બંને રીતે સારી ગણાય છે.
બાજરીનો રોટલો ખાધા પછી મોડે સુધી ભૂખ નથી લાગતી જેનાથી વજન કંટ્રોલમાં રહે છે. ઘઉં કરતા બાજરાની રોટલી શરીરને વધુ ઉર્જા પ્રદાન કરે છે. બાજરીનો રોટલો ખાવાથી વજન તો ઘટે જ છે સાથે જ ભરપૂર એનર્જી પણ પ્રાપ્ત થાય છે.
રાગી જેને નાગલી અથવા નાચણી પણ કહેવાય છે એ વજન ઘટાડવા માટે એક ઉત્તમ અનાજ છે. તેમાં રહેલું ટ્રાઇફોટોફેન નામનું એમિનો એસિડ ભૂખ ઘટાડે છે અને વજન ઘટાડવામાં ખૂબ સારૂ પરિણામ આપે છે. રાગી આયર્ન સાથે ફાઇબરનો ઉત્તમ સ્રોત છે જે ડાયજેશનમાં મદદ કરે છે.
ઊંઘ ન આવવાના કારણે પણ વજન વધે છે. વિટામિન સીથી ભરપૂર રાગી ગ્લુટેન ફ્રી છે. જે કોલેસ્ટ્રોલનું સંચાલન કરે છે અને સારી ઊંઘ લાવવામાં મદદ કરે છે. રાગી અનાજનું સેવન રાત્રે પણ કરી શકાય છે, તે સારી ઊંઘ આપે છે અને તેનાથી આરામ પણ મળે છે.
રાગીની કૂકીઝ, ઇડલી અને બ્રેડ સિવાય તેનું સેવન કરવાની એક સરળ રીત પણ છે કે રાગીના લોટમાંથી દલિયા બનાવવામાં આવે. તો તે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને બાળકો પણ ખૂબ જ ઉત્સાહથી ખાય છે. વજન ઘટાડવા માટે વિશ્વમાં હજારો લોકો ઓટ્સના લોટનો ઉપયોગ કરે છે. ઓટ્સનો લોટ બદામનો લોટ અથવા ક્વિનોઆનો લોટ જેવા મોંઘા લોટ કરતા પ્રમાણમાં સસ્તો હોય છે અને તેમાં કાર્બોહાઇડ્રેટ ભરપૂર માત્રામાં હોય છે. તે આપણા શરીરમાં કોલેસ્ટરોલનું સ્તર ઘટાડે છે અને હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
મધમા ઘણા ગુણો નો સમાવેશ થાય છે અને જે જાડા તેમજ પાતળા થવામા મદદરૂપ થાય છે. માનવ શરીર ને સુદૃઢ બનાવવા તેમજ શરીરમા વધેલા વજન ને નિયંત્રિત કરવા નિત્યપણે સવાર ના સમયે નવશેકા પાણી સાથે મધ નુ સેવન કરવાથી વજન ઘટાડી શકાય છે.
ઓટ્સના લોટના ઉપયોગથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે, જેથી વારંવાર ભૂખ લાગતી નથી. અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. ઓટ્સને આખી રાત પલાળીને ખાવાથી ઝડપથી વજન ઓછું થવા લાગે છે. ગેસ પર બનાવીને ખાવા કરતાં આખી રાત પલાળેલા ઓટ્સ ખાવામાં આવે તો તે ન્યૂટ્રિએન્ટ્સથી ભરપૂર હોય છે અને ઝડપથી વજન ઓછું કરે છે.
ગરમ પાણી વધારેલા વજનને દૂર કરવામાં બહુ મદદરૂપ સાબિત થાય છે. લીંબુ અને પાણી ચરબી બાળવાની સાથે સૌથી સાદું પીણું ગણાય છે. જો વજન ઓછું કરવા માગતા હોય તો દરેક ભોજન બાદ લીંબુ અને ગરમ પાણીને સાથે મિક્સ કરીને પીવાથી વજન ઘટાડવામાં મદદ કરે છે. વજન ઘટાડવું એ એવી વસ્તુ નથી જે રાતોરાત થાય છે. તે એક પ્રક્રિયા છે જે સતત અને સંતુલિત આહાર પછી જ પરિણામો મળે છે.