માત્ર આ એક ગ્લાસ શરીરને કરી દેશે ઘોડા જેવુ શક્તિશાળી, દરેક રોગ જડમૂળથી ગાયબ

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

આજકાલ ઘણા લોકોની ફરિયાદ હોય છે કે શરીરમાં ધ્રુજારી આવે છે ચક્કર આવે છે અને નબળાઈ જેવુ લાગે છે તેમજ સાંધા અને હડકમાં દુખાવો પણ થાય છે. આ દરેક સમસ્યા શરીરમાં વિટામિન અને પ્રોટીનની ખામીને કારણે થાય છે. તેથી જ આજે ઘણા લોકોની આ સમસ્યાનો ઉકેલ લઈને આજે અમે આવ્યા છીએ. આ સમસ્યા માત્ર ઘરે રહીને કોઈપણ પ્રકારની દવા વગર દેશી ઈલાજથી પણ મટાડી શકાય છે.

આ દરેક સમસ્યાનો ઉકેલ છે પોષક તત્વોથી ભરપૂર ખજૂરનું સેવન. ખજૂર આયુર્વેદમાં દવા તરીકે વપરાય છે. ખજૂરમાં ભરપૂર માત્રામાં કેલરી, કાર્બોહાઇડ્રેટ, ફાઈબર, પ્રોટીન, પોટેશિયમ, મેગ્નેશિયમ અને કોપર હોય છે. આ સિવાય તેમાં આયર્ન અને વિટામિન્સ પણ હોય છે.  તેના સેવનથી શારીરિક શક્તિ વધે છે અને નબળાઈ દૂર થાય છે. ખજૂરનું નિયમિત સેવન શુક્રાણુઓની સંખ્યા વધારવામાં પણ મદદરૂપ થશે.

જે લોકોને નબળાઈ અને શરીરમાં ધ્રુજારી રહેતી હોય તે લોકોએ દરરોજ સાંજે ખજૂર વાળું દૂધનું સેવન કરવું જોઈએ. અથવ તો રાત્રે ખજૂર પાણીમાં પલાળીને સવારે તેનું સેવન કરવાથી શરીરમાં નવી ઉર્જા આવે છે અને નબળાઈ દૂર થાય છે. જે લોકોને સાંધાના દુખાવા, સંધિવા કે ગોઠણના દુખાવા હોય તેમણે પણ નિયમિત ખજૂરવાળું દૂધ અથવા રાત્રે પલાળેલી ખજૂર ખાવાથી માત્ર થોડા દિવસમાં આ દુખાવો દૂર થઈ જશે.

જો કોઈ લોકોને કબજિયાત કે પાચનને લગતી સમસ્યા હોય તેમના માટે તો ખજૂર વરદાનરૂપ છે. આ લોકોએ નિયમિત સવારે ખજૂર વાળું દૂધ અથવા રાત્રે પાણીમાં પલાળીને ખજૂરનું સેવન કરવું જોઈએ. કેમકે ખજૂરમાં ભરપૂર માત્રામાં ફાઈબર જોવા મળે છે. તે પાચનને સુધારે છે અને કબજિયાતની સમસ્યાને દૂર કરે છે.

ખજૂરનું સેવન મગજના માટે પણ ફાયદાકારક છે. તેમાં વિટામિન બી અને કોલિન મળી આવે છે, જે યાદશક્તિ અને શીખવાની ક્ષમતા વધારે છે. તેથી બાળકોને ફરજિયાત ખજૂરવાળું દૂધ અથવા 3 થી 4 પેશી નિયમિત ખવરવવાનું રાખો.

ખજૂર પુરુષોમાં શુક્રાણુઓની સંખ્યા અને શુક્રાણુઓની ગુણવત્તા વધારે  છે. તેમાં એસ્ટ્રાડીઓલ અને ફ્લેવોનોઈડ્સ જેવા પોષક તત્વો હોય છે, જે શુક્રાણુઓની સંખ્યા વધારે છે. ખજૂર અને દૂધની અંદર સારી માત્રામાં કેલ્શિયમ હોય છે માટે આ દૂધનું સેવન કરવાથી સાંધાના દુખાવા દૂર થાય છે

આ ઉપરાંત, ખજૂર એનિમીયાની સમસ્યાને દૂર કરે  છે. એનિમીયામાં શરીરમાં લોહીની ઉણપ થાય છે. ખજૂર શરીરમાં આયરનની ઉણપ પૂરી કરે છે જે શરીરમાં લોહી બનાવવાનું કામ કરે છે. ખજૂરમાં ફાઇબર અને વિટામીન સીની માત્રા ભરપૂર હોય છે જે શરીર માટે અનેક રીતે ફાયદાકારક હોય છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

નોંધ

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here