આયુર્વેદની આ શક્તિશાળી ઔષધિ છે 100 થી વધુ રોગોનો કાળ, સાંધાના દુખાવા, ગેસ અને ડાયાબિટીસમાં તો છે રામબાણ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

કાચકા કુબેરની આાંખો જવેા જ હોવાથી કુબેરાક્ષ કહેવાય છે. કાચા આયુર્વેદ ઔષધો વેચતા વેપારીને ત્યાાંથી કાચકા મળી જાય છે. ખેતરની વાડ કરવા ખેડુતો તેને ઉછેરે છે. કારણ કે તેની વેલ પર કાંટા હોવાથી ખુબ જ મજબુત અને અભેદ્ય વાડ બને છે.

આયુર્વેદીય ઔષધો વેચતા વેપારીને ત્યાં મળે છે. કાચકા ગુણમાં કડવા, તુરા, ઉષ્ણ અને શોધક છે. તથા કફ-પીત્તના હરસ, શુળ, સોજો, આધ્માન, વ્રણ, પ્રમેહ, કોઢ, કૃમી, રક્તસ્રાવી મસા, વાતાર્શ અને રક્તદોષોનો નાશ કરે છે.કાચકાને શેકી તેનું ઉપરનું છોતરું કાઢી નાખી અંદરના સફેદ બીજ કાઢી, તેને ખુબ ખાંડી બનાવેલ બારીક ચુર્ણ પા ચમચી, એટલું જ અજમાનું ચુર્ણ અને ત્રણથી ચાર કાળાં મરી રોજ સવારે અથવા રાત્રે લેવાથી પેટના કૃમી, જુનો અને વારંવાર થતો મરડો, ઉદરશુળ, કાચા-પાકા ઝાડા, પેટનો વાયુ-આફરો, પેટનું ભારેપણું-જડતા, અપચો વગેરે મટે છે.અને પેટ ને લગતા રોગો માં રાહત મળે છે.

કાચકાનું ચુર્ણ અડધી ચમચી અને કુંવારપાઠાનો ગર અડધી ચમચી રોજ રાત્રે લેવાથી મોટા ભાગના પેટના રોગો મટે છે. કાચકાને થોડા શેકી તેની મીજનું ચૂર્ણ ઔષધ તરીકે વપરાય છે. મીજનું ચૂર્ણ પા ચમચી સવાર-સાંજ લેવું અથવા અજમો, સંચળ અને કાચકાની મીજનું સમાન ભાગે બનાવેલું વસ્ત્રગાળ ચર્ણ પા ચમચી રોજ સવારે સાત-આઠ દિવસ સુધી લેવાથી પેટના બધા પ્રકારના કૃમિ મટી જાય છે, ભૂખ સારી લાગે છે, ગેસ મટે છે, મળ સાફ ઉતરે છે, પેટનું શૂળ, આંકડી મટે છે, તથા જીર્ણજ્યવર-ઝીણો તાવ દૂર થાય છે. બે મહિના પછી નવું ચૂર્ણ બનાવી લેવું જોઈએ.

મામેજવો, હળદર, આમળા, કાંચકા અને મેથી આ દરેક ઔષધ સરખા પ્રમાણમાં લઈ તેનું ચૂર્ણ બનાવવું. ડાયાબીટીસને નિયત્રણમાં રાખવા માટે એક ચમચી ચૂર્ણ સવાર સાંજ લેવાથી ડાયાબીટીસ ફાયદો થાય છે. ગેસની તકલીફ દૂર કરવા, શેકેલા કાચકા અને મરી સરખાભાગે લઈ પાવડર બનાવી ફાકી કરવાથી ગેસમાં ચોક્કસથી રાહત મળે છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top